આવતા વર્ષે UPSC એક નવી પરીક્ષા વડે રેલ્વે વિભાગમાં ભરતી કરશે

  • માર્ચ 2023માં પહેલી વખત IRMSની પરીક્ષા લેવાશે
  • બે-સ્તરનું માળખું, જેમાં પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા રહેશે
  • 100 ગુણનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે.

ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (IRMS)માં ભરતી આવતા વર્ષે માર્ચથી ખાસ ડિઝાઇન કરાયેલ પરીક્ષા (IRMS પરીક્ષા) દ્વારા કરવામાં આવશે, આ અંગે રેલ્વે મંત્રાલયે માહિતી આપી હતી

રેલ્વે મંત્રાલયે UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) અને DoPT (કર્મચારીઓ અને તાલીમ વિભાગ) સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) ની ભરતી ખાસ ડિઝાઇન કરેલી પરીક્ષા (IRMS પરીક્ષા) દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા UPSC દ્વારા વર્ષ 2023થી હાથ ધરવામાં આવશે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “IRMSE એ બે- સ્તરની પરીક્ષા હશે. જેમાં પહેલા એક પ્રારંભિક સ્ક્રિનિંગ પરીક્ષા હશે, ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષા અને સાથે જ ઇન્ટરવ્યૂ હશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેદવારો પ્રારંભિક પરીક્ષા પાસ કરે છે ‘ તેમને બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા લખવાની મંજૂરી આપવામાં આવશે. IRMS (મુખ્ય) પરીક્ષામાં ચાર પેપર હશે જેમાં બે ક્વોલિફાઇંગ લેંગ્વેજ પેપર, અંગ્રેજી અને ભારતીય ભાષા, પ્રત્યેક 300 માર્ક્સ હશે. અન્ય બે પેપર 250 ગુણના વૈકલ્પિક વિષયો હશે. વ્યક્તિત્વ કસોટીને 100 ગુણ આપવામાં આવ્યા છે.